Select Language :  
Want to know about best reading movement | World best innovation book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 847
  • Books : 1499
  • Reviews : 2036
Review Detail
Back
  Invite Your Friend To Read This Book Review
  Show All Reviews For This Book
Book Name : ઈશ્વર વ/સ ઈશ્વર
Author Name : પટેલ શોભા નરેન્દ્ર
Publisher Name : પટેલ શોભા નરેન્દ્ર
Review : ઈશ્વર વ/સ ઈશ્વર પુસ્તિકાના સર્જનનું શ્રેય લેખિકાના મુખ્ય પ્રેરણાસ્ત્રોત એવા તેમના પિતાશ્રી ડો. મોહનભાઈ તેમજ પ્રેમાળ માતાશ્રી મધુબહેનને ફાળે જાય છે.

ગુજરાતી સાહિત્યના પ્રખર રેશનાલેસ્ટ પ્રો. રમણભાઈ પાઠક આ પુસ્તિકાને આવકાર આપવામાં મોખરે રહ્યા છે. ઉપરાંત સુરતના કામરેજ તાલુકાની શ્રીમતી વી.આર.ભકત મહાવિદ્યાલયના એસોસિએટેડ પ્રોફેસર કુ. અશ્વિનીબહેન કાપડિયાએ પુસ્તિકા - સર્જન દરમિયાન મોટું પીઠબળ પૂરું પાડયું છે. લેખિકા હાલમાં જે શાળામાં કાર્યરત છે એ શાળાના એમના સહકાર્યકરો નિમિષા રંગૂનવાળા અને પુનિતા પટેલના સહકારથી આ કાર્ય સુપેરે પાર પડયું છે.

છીછરા બનતા જતા વર્તમાન યુગમાં શ્વસતી યુવાન પેઢીને તેમના નવા વિચારોકી તેમના દ્રારા જ નિર્માણ પામનાર સમાજને સુધારા તરફ દોરી જવાની પ્રેરણા આપવાનો નમ્ર પ્રયાસ પ્રસ્તુત પુસ્તિકા દ્રારા કરવામાં આવ્યો છે. નવી ક્રાંતિની ચિનગારી થકી હુતાશન પ્રગટાવીને રૂઢ અનિષ્ટોને ભસ્મ કરી નાખવાના હેતુસર આ પુસ્તિકાનું સર્જન થયું છે.

અહીં પુસ્તિકાનું મુખપૃષ્ઠ જ ઘણી હકીકત સમજાવી જાય છે. ઈશ્વર વ/સ ઈશ્વર નો અર્થ એ થાય છે કે કોઈ એકના ઈશ્વરની સામે બીજાનો ઈશ્વર ટકરાય છે. કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરના નામે સમાજના વિવિધ વર્ગો એકબીજા સાથે ટકરાય છે. આ ત્યારે જ શકય બને કે ટકરાતા પક્ષ્કારોએ જ્યારે પોતાના અલાયદા ભગવાન તૈયાર કર્યા હોય. ગુરુત્ત્વાકર્ષણનો નિયમ ન્યૂટને બનાવ્યો નથી પણ અનેક પ્રયોગોને આધારે સાબિત કર્યો છે. અને એટલે જ એ સાર્વત્રિક છે. જયારે ઈશ્વરનું એવું નથી. કારણકે ઈશ્વરને તેના ભગતોએ બનાવ્યો છે. ફકત ભારતમાં જે ઠેર ઠેર અનેક ઈશ્વરોનાં હજારો અલગ-અલગ મંદિરો છે. આ પુસ્તકનું મુખપૃષ્ઠ દર્શાવે છે કે માણસ વીજળીના ઝબકારાની જેમ કોઈએક ઉટાંગ-પટાંગ માન્યતા જાહેર કરે છે અને કોઈ એક ઈશ્વરનો ઉદભવ થઈ જાય છે. આમ વિવિધ કાલ્પનિક વિચારો એટલા બધા આકારવાળા ઈશ્વરો તૈયાર કર્યા છે કે કોઈપણ આકારનો ઈશ્વર ભગતો બનાવી શકે છે. અને એટલે જ લેખિકા એક તારણ પર આવે છે કે -

માનવી એ ઈશ્વરનું સર્જન નથી. કિંતુ
ઈશ્વર એ માનવનું સર્જન છે.

કોઈપણ વ્યકિત આસ્તિક હોય કે નાસ્તિક, ધાર્મિક હોય કે ન હોય, પણ તે માનવ હોય તે વધારે અગત્યનું છે. કોઈ વળી એમ પણ દલીલ કરે છે કે હવા કયાં છે ? આપણે તે જોઈ શકીએ છીએ ? છતાં આપણે તેનો અનુભવ તો કરી શકીએ છીએ ને ! અને સાથે એમ પણ કહે છે કે ઈશ્વર એ તો અનુભૂતિની બાબત છે. હવે આ પ્રશ્રનો જવાબ ખૂબ સરળ છે જયારે કોઈ વ્યકિત બિમાર પડે, તેની શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં તકલીફ જણાય ત્યારે તે ઈશ્વર પાસે નથી જતી. એક ડોકટર પાસે જ જાય છે. કારણકે તેને બરાબર ખબર છે કે આવા સમયે ઈશ્વર (ઈશ્વરને સર્વશકિતમાન માનતા હોવા છતાં !) તેને કોઈ મદદ કરી શકે તેમ નથી. સમગ્ર વિશ્વમાં દરરોજ ઘણા અકસ્માતો સર્જાતા હોય છે. તેમાં અનેક વ્યકિત નાની મોટી ઈજા પામતી હોયછે. અનેક શારીરિક કે માનસિક બળાત્કારો થતા હોય છે. આવા સમયે કોઈ મંદિર, મસ્જિદ, દેવળ કે ગુરુદ્રારામાં જતું જોવા મળતું નથી.

અહીં શ્વાસોચ્છવાસ માટેની હવા આપણે જોઈ તો શકતા નથી. પણ તેના હોવા અંગેની અનેક સાબિતી વૈજ્ઞાનિકોએ આપી છે. હવાને વજન છે. હવામાં નાઈટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોકસાઈડ તથા અન્ય ઘણાબધા વાયુઓ હોવાની બાબત વૈજ્ઞાનિક રીતે પૂરવાર થઈ ચૂકી છે. તેથી જ આપણે હવાનું અસ્તિત્ત્વ સ્વીકારીએ છીએ. આમ, હવા અને ઈશ્વરની સરખામણી કરીઅ ન શકાય !

કહેવાનું તાત્પર્ય એ છેકે ઈશ્વરના અસ્તિત્ત્વ અંગે, મનુષ્યના આસ્તિક કે નાસ્તિક હોવા અંગે કે ધાર્મિકતા અંગે વાદ-વિવાદ કરવા કરતાં વધારે અગત્યનું તો એ છે કે આ સુંદર પૃથ્વી પર આપણે માનવ તરીકે જન્મ લીધો છે. તો જીવન એવી રીતે જીવી જાણીએ કે પૃથ્વી ઉપર માનવતાની મહેક પ્રસરી ઊઠે.
User Name : Shobha N. Patel
Themes of Book :
Book Solution :
Book Image :
 
Select Language :  
Your Review :
Your User Name : New User Registration
Your Password :
Enter Code :